દિલજીત દોસાંજ અમદાવાદમાં મેગા પરફોર્મન્સ આપશે
દિલજીત દોસાંજ અમદાવાદમાં મેગા પરફોર્મન્સ આપશે
Published on: 13th September, 2026

પંજાબી સુપરસ્ટાર દિલજીત દોસાંજે લંડનના વેમ્બલી સ્ટેડિયમમાં પોતાના 'Aura World Tour' દરમિયાન જાહેરાત કરી કે તેઓ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૨૧ નવેમ્બર ૨૦૨૬ના રોજ એક ભવ્ય લાઈવ પરફોર્મન્સ આપશે. આ જાહેરાતથી ભારતમાં તેમના ચાહકોમાં ઉત્સાહનો માહોલ છે. આ તેમનો ૨૦૨૪માં સફળ 'Dil-Luminati India Tour' બાદ અમદાવાદમાં પહેલો મોટો શો હશે. ટિકિટ અને બુકિંગની વિગતો હજુ જાહેર કરાઈ નથી, પરંતુ સ્થળ અને તારીખ નક્કી થઈ ગયા છે. દિલજીતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને દેશનું સૌથી મોટું સ્ટેડિયમ ગણાવ્યું.