જામનગરમાં પ્રથમ યુથ ટીમ ડિબેટ
જામનગરમાં પ્રથમ યુથ ટીમ ડિબેટ
Published on: 07th September, 2026

જામનગરમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક આરાધના ભવન ખાતે મુનિ પદ્મવિજયજી અને મુનિ દેવર્ષિવલ્લભવિજયજીની ઉપસ્થિતિમાં, જામનગરના ઇતિહાસમાં સૌપ્રથમવાર યુથ ટીમ ડિબેટ કોમ્પિટીશનનું ભવ્ય આયોજન થયું. આ સ્પર્ધામાં યુવાનોએ "Job vs Business", "Gen-Z vs Millennials", "India vs Abroad", "Study vs Extra Cultural Activity" અને "Joint Family vs Divided Family" જેવા અનેક રસપ્રદ વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા. નિર્ણાયકો દ્વારા સ્પર્ધકોના ઉત્સાહ અને દલીલોને બિરદાવવામાં આવ્યા.