વડોદરા પાસે ગણપતપુરા ગામેથી 10 ફૂટના મહાકાય મગરનું સફળ રેસ્ક્યુ
વડોદરા પાસે ગણપતપુરા ગામેથી 10 ફૂટના મહાકાય મગરનું સફળ રેસ્ક્યુ
Published on: 07th September, 2026

વડોદરા નજીક દુમાડ પાસે આવેલા ગણપતપુરા ગામે સીમમાંથી એક મહાકાય મગર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ખેડૂતો અને રાહદારીઓ ગભરાયા હતા. જીવદયા સંસ્થા અને ફોરેસ્ટ વિભાગની ટીમ, જેમાં રેસ્ક્યુર જીગ્નેશ પરમારનો સમાવેશ થાય છે, તેમણે એક કલાકની જહેમત બાદ લગભગ 200 કિલોથી વધુ વજનના આ 10 ફૂટ લાંબા મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું. આ મગરને ફોરેસ્ટ વિભાગની ઓફિસે લઈ જવાયો છે અને ત્યારબાદ તેને સુરક્ષિત સ્થળે છોડવામાં આવશે.