રાજકોટ ડિવિઝનમાં RPFની સુરક્ષા, સેવા અને સતર્કતા
રાજકોટ ડિવિઝનમાં RPFની સુરક્ષા, સેવા અને સતર્કતા
Published on: 07th September, 2026

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે સુરક્ષા દળ (RPF) દ્વારા ઓગસ્ટ મહિનામાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી. "સેવા હી સંકલ્પ" હેઠળ, RPFએ મુસાફરોને સહાય કરવા, રેલવે સંપત્તિની સુરક્ષા અને રેલ વ્યવહારને અસર કરતી પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરી. "ઓપરેશન અમાનત" હેઠળ 28 મુસાફરોને ₹2.59 લાખથી વધુનો સામાન પરત કર્યો. "ઓપરેશન નન્હે ફરીશ્તે" હેઠળ 1 બાળકને તેના પરિજનો સાથે મેળવ્યું, અને "ઓપરેશન ડિગ્નિટિ" હેઠળ 5 વિખૂટા પડેલા લોકોને પણ તેમના પરિવાર સાથે મિલાવ્યા.