પ્રિયંકા ચોપરાનો `વારાણસી`માં નવો અવતાર, દર્શકોમાં ઉત્સાહ
પ્રિયંકા ચોપરાનો `વારાણસી`માં નવો અવતાર, દર્શકોમાં ઉત્સાહ
Published on: 24th July, 2026

એસએસ રાજામૌલીની આગામી ફિલ્મ `વારાણસી' હાલ ચર્ચામાં છે. તાજેતરમાં જ, રાજામૌલીએ પ્રિયંકા ચોપરાના બે નવા લુક સોશિયલ મીડિયા પર જાહેર કર્યા છે, જે વાયરલ થઈ રહ્યા છે. એક લુકમાં તે ગુસ્સામાં છે, જ્યારે બીજામાં ખુશખુશાલ જોવા મળે છે. આ નવા લુક્સ પ્રિયંકાના જન્મદિવસ નિમિત્તે રજૂ કરાયા હતા. ફિલ્મમાં તેનું પાત્ર `મંદાકિની` હશે અને તેની સાથે મહેશબાબુ પણ મુખ્ય ભૂમિકામાં છે. આ પોસ્ટ દર્શકોમાં ફિલ્મ પ્રત્યે વધુ રોમાંચ જગાવી રહી છે.