`ધ વેમ્પાયર ડાયરીઝ` ફેમ પોલ વેસ્લી પરિણીત, નતાલી સાથે સાદગીપૂર્ણ લગ્ન
`ધ વેમ્પાયર ડાયરીઝ` ફેમ પોલ વેસ્લી પરિણીત, નતાલી સાથે સાદગીપૂર્ણ લગ્ન
Published on: 24th July, 2026

`ધ વેમ્પાયર ડાયરીઝ`ના અભિનેતા પોલ વેસ્લીએ તેમની લાંબા સમયની ગર્લફ્રેન્ડ નતાલી કુકેનબર્ગ સાથે લગ્ન કર્યા છે. આ કપલે ખૂબ જ સાદગી અને ગોપનીયતા રાખીને લગ્ન કર્યા હતા, જેમાં માત્ર એક મિનિસ્ટર અને તેમના પાલતુ કૂતરા ગ્રેગ હાજર રહ્યા હતા. નતાલીએ આ સમારોહની કેટલીક તસવીરો શેર કરીને 'મિસ્ટર એન્ડ મિસીસ એન્ડ ધ બેસ્ટ બોય ગ્રેગ'નું કેપ્શન લખ્યું હતું, જેમાં તેમણે પોતાના કૂતરાને બેસ્ટમેન ગણાવ્યો હતો. આ કપલે વર્ષ 2025માં સગાઇ કરી હતી.