રક્ષાબંધન પર્વે આ વખતે ટ્રેડિશન વિથ ટ્રેન્ડ!
રક્ષાબંધન પર્વે આ વખતે ટ્રેડિશન વિથ ટ્રેન્ડ!
Published on: 14th August, 2026

રક્ષાબંધન પર્વ નજીક આવતાં પોરબંદરની બજારો નવી રાખડીઓની ઝાકમઝાળથી ઝળહળી ઉઠી છે. આ વખતે પરંપરાગત ધાર્મિક રાખડીઓ સાથે મોર્ડન ફેન્સી રાખડીઓનો ક્રેઝ જોવા મળી રહ્યો છે, જેમાં પંજાબી રિવાજ મુજબ ભાભીઓ માટેની ખાસ લટકણ, બ્રેસલેટ અને બંગળી રાખડીઓ રૂ. 50 થી રૂ. 600 સુધીની રેન્જમાં ઉપલબ્ધ છે. બાળકો માટે લાઈટવાળી, સ્પિનર અને નવજાત શિશુઓ માટે સોફ્ટ કોટન રાખડીઓ તેમજ ભગવાન માટે ઊનના દોરાની રાખડીઓ ગ્રાહકોને આકર્ષી રહી છે.