જામનગર જિલ્લામાં જુગારના 4 દરોડા
જામનગર જિલ્લામાં જુગારના 4 દરોડા
Published on: 24th August, 2026

જામનગર જિલ્લામાં તા. 23 ઓગસ્ટના રોજ પોલીસ દ્વારા જુગાર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી. શેઠવડાળા, જામનગર શહેર, કાલાવડ ગ્રામ્ય અને જામજોધપુર વિસ્તારમાં કુલ 4 જુગારના કેસ નોંધાયા છે. આ દરોડા દરમિયાન 17 આરોપીઓ ઝડપાયા હતા અને તેમની પાસેથી કુલ રૂ.56,640ની રોકડ કબજે કરવામાં આવી છે. પોલીસે જુગાર રમતા લોકોને જુદા જુદા સ્થળોએથી ઝડપી લીધા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.