હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી કેમ્પસ: 4,807 વૃક્ષો મહિને 16.5 ટન CO2 શોષી વાતાવરણ શુદ્ધ કરી રહ્યા છે.
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી કેમ્પસ: 4,807 વૃક્ષો મહિને 16.5 ટન CO2 શોષી વાતાવરણ શુદ્ધ કરી રહ્યા છે.
Published on: 05th June, 2026

ગુજરાતમાં સિમેન્ટ-કોંક્રિટના વધતા જંગલો વચ્ચે, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી કેમ્પસ રાજ્યની સરકારી સંસ્થાઓ માટે ઉદાહરણરૂપ 'ઓક્સિજન હબ' બન્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ લાઈફ સાયન્સ દ્વારા કરાયેલા સાયન્ટિફિક ગ્રીન ઓડિટમાં આ કેમ્પસ 'કાર્બન નેગેટિવ' જાહેર થયું છે, જે તેને રાજ્યની પ્રથમ કાર્બન નેગેટિવ સરકારી યુનિવર્સિટી બનાવે છે. 123.55 એકર ગ્રીન કવરમાં આવેલા 4,807 વૃક્ષો દર મહિને 16.5 ટન CO2 ઉત્સર્જન સામે 52 ટન CO2 શોષી, 35.5 ટન વધારાનો CO2 શોષી હવા શુદ્ધ કરી રહ્યા છે.