જામનગર જિલ્લામાં એક જ દિવસમાં દારૂના 6 દરોડા
જામનગર જિલ્લામાં એક જ દિવસમાં દારૂના 6 દરોડા
Published on: 24th August, 2026

જામનગર જિલ્લામાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને કબજા સામે પોલીસે એક જ દિવસમાં 6 સ્થળોએ મોટી કાર્યવાહી કરી. તા. 23 ઓગસ્ટના રોજ થયેલા આ દરોડાઓમાં કુલ ₹2,09,772 થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે 9 આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં દારૂની બોટલો, કાર અને અન્ય ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ તેજ કરી છે.