જૂનાગઢ જોષીપુરા ટીપી નં.6: 6 હજાર લોકોને નોટિસ
જૂનાગઢ જોષીપુરા ટીપી નં.6: 6 હજાર લોકોને નોટિસ
Published on: 07th August, 2026

જૂનાગઢની ટીપી સ્કીમ નં. 6 (જોષીપુરા) હેઠળ 6 હજારથી વધુ લોકોને નોટિસ મળતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. 50 વર્ષ જૂની સોસાયટીઓ અને હાલની સુવિધાઓ હોવા છતાં ભરપાઈ સહિતની નોટિસ મળતાં લોકો સ્કીમ રદ કરવાની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે. જિલ્લા નગર સંયોજક કચેરીમાં અત્યાર સુધી 400થી વધુ વાંધા અરજીઓ મળી છે. વાંધા રજૂ કરવાની મુદત હવે 12 અને 13 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ તમામ અરજીઓની તપાસ અને સ્થળ નિરીક્ષણ બાદ રિપોર્ટ તૈયાર કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.