ભાવનગરની ૧૧ તાલુકાની શાળાઓમાં આગામી ૧૦ ઓગસ્ટે સિંહ દિવસની ઉજવણી
ભાવનગરની ૧૧ તાલુકાની શાળાઓમાં આગામી ૧૦ ઓગસ્ટે સિંહ દિવસની ઉજવણી
Published on: 07th August, 2026

આગામી ૧૦ ઓગસ્ટે યોજાનાર સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે, ભાવનગર જિલ્લાના ૧૧ તાલુકાઓની શાળાઓમાં વિશેષ આયોજન કરાયું છે. વનવિભાગ અને પર્યાવરણ પ્રેમીઓની સંકલન બેઠકમાં સિંહ પ્રત્યે સંવેદના અને સમજણ વિકસાવવા પર ભાર મુકવામાં આવ્યો. આ બેઠકમાં ભાવનગર સહાયક વન સંરક્ષક બિમલભાઈ ભટ્ટે માર્ગદર્શન આપતાં જણાવ્યું કે, સિંહ અને માનવ વચ્ચેની આકસ્મિક ઘટનાઓમાં સંવેદના અનિવાર્ય છે. ઉજવણીમાં વનવિભાગ, શૈક્ષણિક સંસ્થાઓ અને પર્યાવરણ કાર્યકર્તાઓની ભાગીદારી રહેશે, જે ગેરસમજ દૂર કરી જાગૃતિ લાવશે.