અમરેલીમાં ખુલ્લા કુવામાં ખેત મજૂર પડ્યા
અમરેલીમાં ખુલ્લા કુવામાં ખેત મજૂર પડ્યા
Published on: 04th September, 2026

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના પીરખીજડીયા ગામની સીમમાં એક દુઃખદ ઘટના બની. મધ્યપ્રદેશના 43 વર્ષીય ખેત મજૂર ભીખાભાઈ સોલંકી ખુલ્લા કુવામાં પડી જતાં તેમનું કરુણ મોત થયું. ફાયર વિભાગની ટીમે 30 મિનિટની જહેમત બાદ મૃતદેહને કુવામાંથી બહાર કાઢ્યો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો અને અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.