અમદાવાદના અમિતનગર સર્કલ પર ગેરકાયદેસર ઇકો-અર્ટિગા ચાલકોનો આતંક
અમદાવાદના અમિતનગર સર્કલ પર ગેરકાયદેસર ઇકો-અર્ટિગા ચાલકોનો આતંક
Published on: 25th August, 2026

અમદાવાદના અમિતનગર સર્કલ પર ગેરકાયદેસર ઇકો-અર્ટિગા ચાલકો દ્વારા મુસાફરો, ખાસ કરીને મહિલાઓની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. આ ચાલકો રોડ પર જ મુસાફરોને બળજબરીથી ખેંચી, ધક્કા-મુક્કી કરીને પોતાના વાહનોમાં બેસાડી દે છે. મુસાફરોના સામાનની લૂંટફાટ અને ખાનગી વાહનમાં બળજબરીથી બેસાડવાના પ્રયાસો ચાલુ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સ્થાનિક પોલીસ સાથેની કથિત સાંઠગાંઠ અને હપ્તાબાજીને કારણે આ ગેરકાયદે પ્રવૃત્તિ બેરોકટોક ચાલી રહી છે. આ ગેરકાયદે અને અસામાજિક પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહીની જરૂર છે.