ગણેશ વિસર્જન વ્યવસ્થા ખોરવાતા મંડળોની કલેક્ટરને ફરિયાદ
ગણેશ વિસર્જન વ્યવસ્થા ખોરવાતા મંડળોની કલેક્ટરને ફરિયાદ
Published on: 02nd September, 2026

વલસાડમાં ઔરંગા બંદરે દર વર્ષે 400થી વધુ ગણેશ પ્રતિમાનું વિસર્જન થાય છે. આ વર્ષે અતિવૃષ્ટિ અને પૂર બાદ પણ વિસર્જન સ્થળે સફાઇ અને સમારકામ થયું નથી. કાદવ, ગંદકી અને ઓવારાની દયનીય સ્થિતિને કારણે મંડળોમાં નારાજગી છે. ગણેશ ચતુર્થી નજીક હોવા છતાં પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં મંગળવારે મંડળોએ કલેક્ટરને રજૂઆત કરી. કલેક્ટરે યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી છે, પરંતુ જો તાત્કાલિક સમારકામ નહીં થાય તો વિસર્જનમાં મુશ્કેલી સર્જાઈ શકે છે.