બીલીમોરા સોમનાથ મેળામાં ફૂડ વિભાગની તપાસ
બીલીમોરા સોમનાથ મેળામાં ફૂડ વિભાગની તપાસ
Published on: 02nd September, 2026

બીલીમોરામાં ચાલી રહેલા સોમનાથ મેળામાં ફૂડ વિભાગ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન, 40 થી વધુ ખાદ્ય પેઢીઓ, લારીઓ અને સ્ટોલ પરથી કુલ 200 કિલોગ્રામ/લિટર અસુરક્ષિત ખાદ્ય જથ્થો, જેની અંદાજિત કિંમત રૂ. 22,600 હતી, તેનો નાશ કરવામાં આવ્યો. આ જથ્થામાં 55 કિલો મગફળી, 120 લિટર લાલ ચટણી અને 25 કિલો અન્ય ખાદ્ય પદાર્થોનો સમાવેશ થાય છે. ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા જાળવવાના હેતુસર આ કાર્યવાહી કરવામાં આવી હતી.