અમદાવાદથી દિલ્હી થઈને 26 આંતરરાષ્ટ્રીય સ્થળોની સરળ કનેક્ટિવિટી
અમદાવાદથી દિલ્હી થઈને 26 આંતરરાષ્ટ્રીય સ્થળોની સરળ કનેક્ટિવિટી
Published on: 02nd September, 2026

એર ઈન્ડિયાની ‘ઈઝી કનેક્ટ’ ફ્લાઇટ સેવાને કારણે અમદાવાદ હવે દેશનું ત્રીજું હબ-એન્ડ-સ્પોક એરપોર્ટ બન્યું છે. આ સેવા દ્વારા અમદાવાદથી દિલ્હી થઈને અમેરિકા, કેનેડા, બ્રિટન, યુરોપ અને ગલ્ફ સહિત કુલ 26 આંતરરાષ્ટ્રીય સ્થળો માટે સરળ કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામ મોહન નાયડુએ આ સેવાનું ઉદ્ઘાટન કર્યું. રોજ બે ફ્લાઇટ અમદાવાદથી દિલ્હી માટે શરૂ કરાઈ છે, જેનાથી મુસાફરોને દિલ્હી એરપોર્ટ પર ઇમિગ્રેશન અને બેગેજ સંબંધિત લાંબી પ્રક્રિયાઓમાંથી રાહત મળશે.