ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસ કર્મચારી રાજદીપસિંહ ગોહિલ આખરે જેલ હવાલે
ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસ કર્મચારી રાજદીપસિંહ ગોહિલ આખરે જેલ હવાલે
Published on: 11th September, 2026

ભાવનગરના બહુચર્ચિત લઠ્ઠાકાંડમાં સંડોવણી બદલ ઝડપાયેલા પોલીસ કર્મચારી રાજદીપસિંહ ગોહિલને રિમાન્ડ પૂર્ણ થતાં આખરે જેલ હવાલે કરાયા છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા તેમને ભાવનગર કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાંથી અદાલતે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો. પોલીસ તપાસમાં મુખ્ય આરોપી ગૌતમ સોલંકી સાથે રાજદીપસિંહની અનેકવાર ટેલિફોનિક વાતચીત બહાર આવી હતી. આ લઠ્ઠાકાંડમાં ઝેરી દારૂ પીવાથી કુલ 14 લોકોના મોત નિપજ્યા હતા અને તમામ 40 આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરાયા છે.