જન્મના દાખલામાં પિતાનું નામ બદલવા અંગે ગુજરાત સરકારનો નવો નિયમ
જન્મના દાખલામાં પિતાનું નામ બદલવા અંગે ગુજરાત સરકારનો નવો નિયમ
Published on: 03rd September, 2026

ગુજરાત આરોગ્ય વિભાગે જન્મ અને મરણના દાખલામાં નામ સુધારા અંગે સ્પષ્ટતા જાહેર કરી છે. નવી માર્ગદર્શિકા મુજબ, જન્મના દાખલામાંથી બાળકના જૈવિક પિતાનું નામ કોઈપણ સંજોગોમાં દૂર કરી શકાશે નહીં. જો માતા-પિતા સાથે રહેતા હોય અને પિતાની લેખિત સંમતિ હોય, તો જ જરૂરી પુરાવાઓના આધારે બાળકના નામ પાછળ માતાનું નામ અને અટક લખી શકાશે. છૂટાછેડાના કિસ્સામાં, માતાની કસ્ટડી હોય તો કોર્ટના હુકમ મુજબ માતાનું નામ ઉમેરી શકાશે. આ નિયમો નામ સુધારા માટે સરકારી ગેઝેટ, આધાર, પાનકાર્ડ જેવા દસ્તાવેજો પર આધાર રાખશે.