જૂનાગઢમાં પરમીશન વગર ધમધમી રહેલી બે મોટી નવરાત્રિ
જૂનાગઢમાં પરમીશન વગર ધમધમી રહેલી બે મોટી નવરાત્રિ
Published on: 05th October, 2026

જૂનાગઢમાં નવરાત્રિ પહેલા જ વેલકેમ નવરાત્રિના આયોજનો શરૂ થયા છે, જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઘુમી રહ્યા છે. પરંતુ, 'યારી તુ ફેશન' અને 'એ.જે. રોટા રાત્રિ' નામની બે નવરાત્રિઓ કાયદાકીય નિયમો નેવે મૂકીને, કોઇપણ પ્રકારની પરવાનગી વગર ધમધમી રહી હતી. 'યારી તુ ફેશન'માં ધારાસભ્ય જયેશ રાદડીયા સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. 'એ.જે. રોટા રાત્રિ' પાસે માત્ર લાઉડ સ્પીકરની જ પરવાનગી હતી, અને તે પણ મર્યાદિત સમય માટે. ગ્રાઉન્ડ સહિતની અન્ય પરવાનગીઓ લેવાઈ ન હતી. જો કોઈ અનઘટિત ઘટના બને તો જવાબદાર કોણ તે પ્રશ્ન ઉભો થયો છે.