ગાંધીનગર વોર્ડ 2 અને 3માં વિકાસના દાવાઓ વચ્ચે સુવિધાઓનો અભાવ
ગાંધીનગર વોર્ડ 2 અને 3માં વિકાસના દાવાઓ વચ્ચે સુવિધાઓનો અભાવ
Published on: 05th October, 2026

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીના માહોલમાં વોર્ડ નંબર 2 અને 3માં વિકાસના દાવાઓ વચ્ચે વાસ્તવિક સ્થિતિ ચિંતાજનક છે. ઇન્દિરાનગર અને આદિવાડા જેવા વિસ્તારોમાં રસ્તા, ગટર અને પીવાના શુદ્ધ પાણી જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. સ્થાનિકો દ્વારા આવાસ માટે અનેક વાર અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. આદિવાડામાં ગટરો ઉભરાઈ રહી છે અને લોકો બીમાર પડી રહ્યા છે. ઇન્દિરાનગરમાં રહીશોને મકાનો તોડી પાડવાની નોટિસ મળતા બેઘર થવાનો ડર સતાવી રહ્યો છે.