જામનગર શરૂસેક્શન રોડ પર દબાણ
જામનગર શરૂસેક્શન રોડ પર દબાણ
Published on: 05th October, 2026

જામનગર શહેરના શરૂસેક્શન રોડ પર નવરાત્રિ દરમિયાન ચણિયાચોળી અને અન્ય વસ્તુઓના ગેરકાયદે વેચાણ કરતા પથારાઓને કારણે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી રહી હતી. આ અંગે મળેલી ફરિયાદો બાદ મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમે કાર્યવાહી કરી હતી. કાર્યવાહી દરમિયાન દબાણકર્તાઓ અને પથારાવાળાઓ દ્વારા વિરોધ અને દેકારો કરવામાં આવ્યો હતો. મામલો વણસતાં પોલીસ બોલાવવામાં આવી હતી અને તમામ દબાણકર્તાઓને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. જ્યાં મહાનગરપાલિકાના સ્ટાફ સાથે ગેરવર્તણૂક બદલ અને ગેરકાયદે દબાણ કરવા બદલ તેમની પાસેથી લેખિતમાં માફીપત્ર લેવાયા બાદ મામલો શાંત પાડવામાં આવ્યો હતો.