અમરેલીમાં બ્રહ્મ સમાજનું સ્નેહ મિલન અને ડિજિટલ એપ્લિકેશન લોન્ચિંગ
અમરેલીમાં બ્રહ્મ સમાજનું સ્નેહ મિલન અને ડિજિટલ એપ્લિકેશન લોન્ચિંગ
Published on: 20th July, 2026

અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત સ્નેહ સંભારણા કાર્યક્રમમાં એક ઐતિહાસિક ડિજિટલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી. આ એપ્લિકેશનનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાના દૂર-દૂરના વિસ્તારોમાં વસતા તમામ ભૂદેવ પરિવારોને એક ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવાનો છે. આ પહેલ દ્વારા સમાજના જરૂરિયાતમંદ પરિવારો સુધી સમયસર સહાયતા પહોંચાડવાનું સશક્ત માધ્યમ બનશે. સમાજને એકસૂત્રે બાંધી મજબૂત સંગઠન ઉભું કરવાનો સંકલ્પ વ્યક્ત કરાયો. આ કાર્યક્રમમાં અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.