અમદાવાદના શેલામાં દીપડાનું બચ્ચું દેખાયાના CCTV ફૂટેજ
અમદાવાદના શેલામાં દીપડાનું બચ્ચું દેખાયાના CCTV ફૂટેજ
Published on: 22nd July, 2026

અમદાવાદના શેલા વિસ્તારમાં સતત ત્રીજા દિવસે જંગલી પ્રાણી દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગઈકાલે વહેલી સવારે પાર્ક કરેલી ગાડી નીચેથી દીપડાનું બચ્ચું નીકળ્યું હતું, જેના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ ઘટના બાદ વનવિભાગ અને કાંકરિયા ઝૂની ટીમ બચ્ચાની શોધખોળમાં લાગી ગઈ છે. અગાઉ પણ આ જ વિસ્તારમાં દીપડાની હિલચાલ જોવા મળી હતી, પરંતુ વનવિભાગની ટીમોને હજુ સુધી તેને પકડવામાં સફળતા મળી નથી.