સોમા તળાવ વિસ્તારની સોસાયટીઓમાં સુવિધાઓના અભાવે નાગરિકો દ્વારા વિરોધ પ્રદર્શન.
સોમા તળાવ વિસ્તારની સોસાયટીઓમાં સુવિધાઓના અભાવે નાગરિકો દ્વારા વિરોધ પ્રદર્શન.
Published on: 23rd September, 2026

વડોદરાના સોમા તળાવ નજીકની સોસાયટીઓમાં ગંદા પાણી, ડ્રેનેજ ચોકઅપ અને કચરાના ઢગલા જેવી સમસ્યાઓથી ત્રસ્ત નાગરિકોએ પૂર્વ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવના નેતૃત્વ હેઠળ લોકહિતની રેલી કાઢી વિરોધ નોંધાવ્યો. વારંવાર ફરિયાદો છતાં તંત્ર દ્વારા કામગીરી ન થતા તેમણે તાત્કાલિક ઉકેલની માંગ કરી આંદોલનની ચીમકી આપી. શ્રીવાસ્તવે જણાવ્યું કે વૈષ્ણવપાર્ક, વૈષ્ણવવિલા જેવી સોસાયટીઓમાં ગંભીર સમસ્યાઓ છે. નાગરિકો વેરો ભરે છે પરંતુ સુવિધાઓ મળતી નથી. સફાઈ અને કચરાના નિકાલની નિયમિતતાના અભાવે લોકો પરેશાન છે.