ગુજરાત સરકારના 'મફત પુસ્તકો' ઓનલાઈન વેચાણ મુદ્દે કોંગ્રેસનો મોટો આરોપ!
ગુજરાત સરકારના 'મફત પુસ્તકો' ઓનલાઈન વેચાણ મુદ્દે કોંગ્રેસનો મોટો આરોપ!
Published on: 23rd September, 2026

ગુજરાત સરકારની મફત પાઠ્યપુસ્તક યોજના હેઠળના પુસ્તકો ઓનલાઇન પ્લેટફોર્મ પર 160 થી 250 રૂપિયાથી વધુ કિંમતે વેચાતા હોવાનો ગંભીર આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસે કર્યો છે. આ મુદ્દે કોંગ્રેસે રાજ્ય પાઠ્યપુસ્તક મંડળની વ્યવસ્થા સામે સવાલો ઉઠાવ્યા છે અને સમગ્ર મામલે તપાસની માગ કરી છે. ધોરણ 9 થી 12 ના વિવિધ વિષયોના પુસ્તકો વ્યાપારી ધોરણે વેચાતા હોવાનો દાવો કરાયો છે, જેના પર 'રાજ્ય સરકારની વિનામૂલ્યે યોજના હેઠળનું પુસ્તક' લખેલું હોવા છતાં કિંમત સાથે વેચાણ થઈ રહ્યું છે.