જામનગરમાં વીમા પોલીસીમાં છેડછાડ કરી બનાવટી દસ્તાવેજ કોર્ટમાં રજૂ કર્યો
જામનગરમાં વીમા પોલીસીમાં છેડછાડ કરી બનાવટી દસ્તાવેજ કોર્ટમાં રજૂ કર્યો
Published on: 15th September, 2026

જામનગરમાં અકસ્માત વળતર મેળવવાના કેસમાં વીમા કંપનીની અસલ પોલીસી સાથે છેડછાડ કરી, તેની મુદત અને અન્ય વિગતો બદલીને બનાવટી વીમા પોલીસી કોર્ટમાં રજૂ કરાઈ હોવાની ગંભીર ફરિયાદ પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે. વીમા કંપનીના રેકર્ડની ચકાસણી બાદ આ બનાવટી પોલીસીનો પર્દાફાશ થયો હતો. રાજકોટના ગો ડિજિટ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીના સિનિયર એસોસિએટ નિસાર ફતેહમામદ જાડેજાએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. અમરેલીના યુવરાજસિંહ જાડેજા પર અસલ પોલીસીમાં ફેરફાર કરી બનાવટી દસ્તાવેજ રજૂ કરવાનો આક્ષેપ છે.