પ્રાંતિજ-અનોડિયા માર્ગ પર રૂ.28 કરોડનો ખર્ચ
પ્રાંતિજ-અનોડિયા માર્ગ પર રૂ.28 કરોડનો ખર્ચ
Published on: 20th July, 2026

પાટણ-ગોઝારિયા નેશનલ હાઇવે પ્રોજેક્ટમાં સમયસર કામગીરી પૂર્ણ ન થતાં સરકારી તિજોરી પર બોજ વધ્યો છે. NHAI ને ગોઝારિયાથી પ્રાંતિજ વચ્ચેના 37.38 કિલોમીટરના માર્ગ પર જાળવણી માટે રૂ.28.05 કરોડના બે અલગ-અલગ પેચવર્કના ટેન્ડર બહાર પાડવાની ફરજ પડી છે. મુખ્ય ફોરલેન પ્રોજેક્ટમાં વિલંબને કારણે માર્ગની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી હતી, જેથી તેને ઉપયોગલાયક રાખવા આ વધારાનો ખર્ચ કરવો પડી રહ્યો છે. આ ખર્ચ મુખ્ય પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થયો હોત તો બચાવી શકાયો હોત.