મુંબઈના સાકીનાકા ખુલ્લા મેનહોલમાં પડી વૃદ્ધ રાહદારીનું મોત, BMCની બેદરકારીથી બીજી દુર્ઘટના
મુંબઈના સાકીનાકા ખુલ્લા મેનહોલમાં પડી વૃદ્ધ રાહદારીનું મોત, BMCની બેદરકારીથી બીજી દુર્ઘટના
Published on: 03rd July, 2026

મુંબઈમાં BMCની બેદરકારીને કારણે વધુ એક નિર્દોષ નાગરિકનો ભોગ લેવાયો છે. સાકીનાકાના ખૈરાની રોડ પર ખુલ્લા મેનહોલમાં પડી જતાં ૬૦ વર્ષીય અસલમ શેખ નામના વૃદ્ધ રાહદારીનું મોત થયું છે. કામદારોએ મેનહોલનું ઢાંકણ કાઢી લીધું હતું, પરંતુ કોઈ બેરીકેડ કે ચેતવણી સૂચક સાઈન ન ગોઠવતા આ દુર્ઘટના બની. ભારે વરસાદ અને ભરાયેલા પાણીને કારણે અસલમ શેખને મેનહોલ દેખાયો ન હતો અને તેઓ તેમાં પટકાયા. પ્રયાસો છતાં તેમને બચાવી શકાયા ન હતા અને હોસ્પિટલમાં મૃત જાહેર કરાયા.