સુરેન્દ્રનગરના હાટકેશ્વરમાં અંડરગ્રાઉન્ડ વીજ લાઈન
સુરેન્દ્રનગરના હાટકેશ્વરમાં અંડરગ્રાઉન્ડ વીજ લાઈન
Published on: 20th July, 2026

ચોમાસામાં ભારે વરસાદ અને વાવાઝોડાથી વીજળી ખોરવાતી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા વીજ કંપની દ્વારા હાટકેશ્વરમાં 11 KV અર્બન ફીડરની ઓવરહેડ લાઈનોને સંપૂર્ણપણે અંડરગ્રાઉન્ડ કરાઈ છે. આ પ્રોજેક્ટથી વિસ્તારની સરકારી કચેરીઓ અને રહેવાસીઓને વીજ પુરવઠામાં સ્થિરતા મળશે. વર્ષો જૂની વીજળી ગુલ થવાની સમસ્યામાંથી મુક્તિ મળશે. આ કાર્ય એન.એન. અમીનના માર્ગદર્શન હેઠળ કાર્યપાલક ઇજનેર એચ.ડી. કોડિયતર અને નાયબ ઇજનેર આઈ.વાય. શેખની ટીમે પાર પાડ્યું. કુલ 8 ફીડરનું આયોજન છે, જેમાં પ્રથમ સફળતાપૂર્વક પૂર્ણ થયું.