પૂરપીડિત વેપારીઓને ₹5 હજારથી ₹1 લાખ સુધીની સહાય
પૂરપીડિત વેપારીઓને ₹5 હજારથી ₹1 લાખ સુધીની સહાય
Published on: 14th July, 2026

રાજ્યમાં પૂરથી અસરગ્રસ્ત વેપારીઓ માટે રાહતના સમાચાર છે. દુકાનો, ગોડાઉન કે ધંધાને નુકસાન થયું હોય તેવા નાના વેપારીઓથી લઈને મોટા ઉદ્યોગપતિઓ સુધી, પાંચ અલગ-અલગ કેટેગરીમાં ₹5 હજારથી ₹1 લાખ સુધીની આર્થિક સહાય આપવાની યોજના છે. આજે સરકાર આ સહાયની જાહેરાત કરી શકે છે. લારી-ગલ્લાવાળાને ₹5 હજાર રોકડા, નાની દુકાનોને ₹20 હજાર સુધીની સહાય અને મોટા વેપારીઓને સબસિડીવાળી લોન મળી શકે છે. સહાય મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવું પડશે.