સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા સબજેલ પાસે સલામતી વિના ટાંકી પડતા સોની વાડીનું નુકસાન
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા સબજેલ પાસે સલામતી વિના ટાંકી પડતા સોની વાડીનું નુકસાન
Published on: 14th July, 2026

ધ્રાંગધ્રા સબજેલ નજીક આવેલી વર્ષો જૂની જર્જરિત પાણીની ટાંકી જીયુડીસીના કોન્ટ્રાક્ટર દ્વારા સલામતીના સાધનો વિના તોડવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આ ટાંકી ખુલ્લા મેદાનમાં પડવાને બદલે બાજુની સોની સમાજની વાડીના બિલ્ડીંગ પર પડતા છત અને ઇમારતને ભારે નુકસાન થયું. સદ્નસીબે કોઈ જાનહાની થઈ નથી. સબજેલમાં પણ રિપેરિંગ કામ ચાલતું હોવાથી કેદીઓ હાજર નહોતા, જે એક રાહતની વાત છે. સલામતી વિનાની આ કાર્યવાહીથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.