પગાર વિલંબ, ચૂંટણી કામગીરી, અને બી.એલ.ઓ. મુદ્દે પ્રાથમિક શિક્ષકોના પ્રશ્નો ઉકેલવા આવેદન
પગાર વિલંબ, ચૂંટણી કામગીરી, અને બી.એલ.ઓ. મુદ્દે પ્રાથમિક શિક્ષકોના પ્રશ્નો ઉકેલવા આવેદન
Published on: 14th July, 2026

પોરબંદર જિલ્લાના પ્રાથમિક શિક્ષકોને અસર કરતા વિવિધ વહીવટી અને સેવા સંબંધિત પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ સક્રિય બન્યું છે. મહાસંઘે શિક્ષકો પર વધતા બિનશૈક્ષણિક કાર્યના ભારણ, ચૂંટણી અને એસ.આઈ.આર.ની કામગીરીનું બાકી મહેનતાણું, વસતી ગણતરી દરમિયાન વેકેશન અને રજાના દિવસોમાં કરેલી કામગીરીની રજાઓ તેમજ સમયસર પગારની સમસ્યા જેવા મુદ્દાઓ ઉચ્ચ કક્ષાએ પહોંચાડ્યા છે. મહાસંઘે એક જ શાળાના તમામ શિક્ષકોને બી.એલ.ઓ. તરીકે નિયુક્ત ન કરવા પણ સૂચવ્યું છે.