રૂપિયામાં હવે પછીના ઘસારાથી ઇંધણના ભાવવધારાના લાભ ધોવાઈ જવાની ભીંતિ
રૂપિયામાં હવે પછીના ઘસારાથી ઇંધણના ભાવવધારાના લાભ ધોવાઈ જવાની ભીંતિ
Published on: 17th May, 2026

મુંબઈ : પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં કરાયેલા વધારાથી દેશની તેલ રિફાઈનરીઓને થયેલી રાહત ડોલર સામે રૂપિયામાં હવે પછીની કોઈપણ નબળાઈથી ધોવાઈ જશે એમ એસબીઆઈ ઈકોરેપના એક અહેવાલમાં જણાવાયું હતું. પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા ૩નો વધારો કરાતા ઓઈલ માર્કેટિંગ કંપનીઓને તેમની અન્ડર રિકવરીમાં રૂપિયા ૫૩૦૦૦ કરોડ જેટલી રાહત થશે. વર્તમાન નાણાં વર્ષમાં તેલ રિફાઈનરીઓને થનારી અપેક્ષિત ખોટના આ રકમ પંદર ટકા જેટલી થવા જાય છે.