ગાંધીનગરના ચોમાસા પહેલાં જોખમી જર્જરિત મકાન તોડી પાડવા સ્થાનિકોની માંગ
ગાંધીનગરના ચોમાસા પહેલાં જોખમી જર્જરિત મકાન તોડી પાડવા સ્થાનિકોની માંગ
Published on: 05th June, 2026

કાલોલ નગરના પોરવાડ ફ્ળિયામાં આવેલું એક અત્યંત જર્જરિત મકાન ચોમાસા પહેલાં તોડી પાડવા માટે સ્થાનિક રહીશો દ્વારા પાલિકામાં રજૂઆત કરવામાં આવી છે. આ જૂનું મકાન કોઈપણ સમયે ધરાશાયી થઈ શકે તેવી ભીતિ છે. આસપાસ બાળકો રમતા હોવાથી અને લોકો વાહનો પાર્ક કરતા હોવાથી, તેમજ ઇંટો અને પતરા પડવાના ભયને કારણે રાહદારીઓને પણ જોખમ રહેલું છે. એક વર્ષ અગાઉ લેખિત અરજી અને નોટિસ બાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળે છે.