ગુજરાત પોલીસનું 'મ્યુલ હન્ટ 2.0' ઓપરેશન
ગુજરાત પોલીસનું 'મ્યુલ હન્ટ 2.0' ઓપરેશન
Published on: 02nd June, 2026

ગુજરાત પોલીસ હવે ડિજિટલ ઠગો અને સાયબર ગુનેગારોના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે. રાજ્યમાં 'ઓપરેશન મ્યુલ હન્ટ 2.0' શરૂ કરવામાં આવ્યું છે. આ ઓપરેશન અંતર્ગત, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ, જેમાં સાયબર ગુનેગારો સામે કડક કાર્યવાહીના આદેશ અપાયા. આ ઓપરેશન હેઠળ દેશ-વિદેશમાં ફેલાયેલા સાયબર ફ્રોડના નેટવર્ક અને બેંક એકાઉન્ટ ભાડે આપતા 'મ્યુલ અકાઉન્ટ હોલ્ડર્સ' પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.