વડોદરામાં વોર્ડ નંબર 13માં અનોખો કિસ્સો, ગરબા ગાયિકાનો ભવ્ય વિજય
વડોદરામાં વોર્ડ નંબર 13માં પ્રખ્યાત ગરબા ગાયિકા નિધી પટેલનો વિજય થયો છે. પ્રચાર સમયે અનેક જગ્યાએ આ પેનલનો વિરોધ થયો હતો. પરંતુ જ્યારે પરિણામ આવ્યું ત્યારે જબરદસ્ત આવ્યું છે. નિધિ પટેલના પિતાને ભાજપે સાઈડ લાઈન કરી દીધા હતાં અને આ વખતે નિધિ પટેલને ટિકિટ આપી હતી. નિધિ પટેલના પિતા નિતિન પટેલને ભાજપે 10 વર્ષથી સાઈડમાં મુકી દીધા હતાં. આ વર્ષે તેમની દીકરી નિધિ પટેલને ટિકિટ આપી છે. ત્યારે વડોદરા મનપામાં નિધિ પટેલનો ભવ્ય વિજય થયો છે. નિધિ પટેલે પોતાની જીતને શ્રેય પિતાને આપ્યો છે.
વડોદરામાં વોર્ડ નંબર 13માં અનોખો કિસ્સો, ગરબા ગાયિકાનો ભવ્ય વિજય
'ભાજપ જ ભાજપને હરાવશે', આપની જીત પર સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા
નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ રાજકીય ચર્ચાઓને નવી દિશા આપી છે. ભાજપના સાંસદ મનસુખ વસાવા દ્વારા કરવામાં આવેલી આગાહી હવે હકીકતમાં બદલાતી જોવા મળી રહી છે. ચૂંટણી પહેલાં મનસુખ વસાવાએ કહ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ જ ભાજપને હરાવશે” અને પક્ષની અંદરની નીતિઓ ભાજપને જ ભારે પડશે. ખાસ કરીને ટિકિટ વહેંચણી અંગે તેમણે સિનિયર નેતાઓને અવગણવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા.
'ભાજપ જ ભાજપને હરાવશે', આપની જીત પર સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા
મહેસાણાના બેચરાજીમાં બંગડીઓ વેચતા સંશીબેન કાંગશિયાની ચૂંટણીમાં જીત
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે અને તેમ 15 મનપા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઇ રહી છે.આ ચૂંટણીને વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા મહત્વપૂર્ણ કસોટી તરીકે જોવામાં આવી રહી છે. મહેસાણામાં ભાજપે સામાન્ય કાર્યકરને ટિકિટ આપી ચોંકાવ્યા હતા. તેમાં બહુચરાજીમાં બંગડી વેચતા મહિલાને ભાજપે ઉમેદવાર બનાવ્યા હતા, તેમની જીત થઇ છે. સંસીબેન કાંગસિયા વોર્ડ નંબર 4 માં ચૂંટણી લડ્યા હતા. બહુચરાજી નગરપાલિકા બેઠક પરથી સંશીબેને જીત મેળવી છે.
મહેસાણાના બેચરાજીમાં બંગડીઓ વેચતા સંશીબેન કાંગશિયાની ચૂંટણીમાં જીત
ગોપાલ ઇટાલિયાના ગઢમાં કોંગ્રેસ સાફ! 18માંથી 11 બેઠકો જીતીને તાલુકા પંચાયત કબજે કરી
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લાની વિસાવદર તાલુકા પંચાયતના પરિણામોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાનો ગઢ ગણાતા વિસાવદરમાં ફરી એકવાર 'ઝાડુ' ફરી વળ્યું છે. વિસાવદર તાલુકા પંચાયતના આંકડાકીય પરિણામો પર નજર કરીએ તો, કુલ 18 બેઠકોમાંથી આમ આદમી પાર્ટીએ 11 બેઠકો પર જીત મેળવીને શાનદાર પ્રદર્શન કર્યું છે. તેની સામે સત્તાધારી ભાજપ માત્ર 06 બેઠકો પર જ અટકી ગઈ હતી, જ્યારે 01 બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે. મહત્ત્વની વાત એ છે કે, એક સમયે મજબૂત ગણાતી કોંગ્રેસનું અહીં ખાતું પણ ખુલ્યું નથી.
ગોપાલ ઇટાલિયાના ગઢમાં કોંગ્રેસ સાફ! 18માંથી 11 બેઠકો જીતીને તાલુકા પંચાયત કબજે કરી
અમદાવાદ મનપા ચૂંટણી: કેસરિયો ગઢ ગણાતા વોર્ડમાં પહેલીવાર ભાજપના તમામ ઉમેદવારની હાર
અમદાવાદમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ભાજપનો 70 વર્ષ જૂનો અભેદ્ય ગઢ ધરાશાયી થયો છે. ખાડિયામાં કોંગ્રેસની ઐતિહાસિક ક્લીન સ્વીપ કર્યું છે. અમદાવાદ મનપાની ચૂંટણીમાં ખાડિયા વોર્ડના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. વર્ષ 1972 બાદ એટલે કે છેલ્લા 54 વર્ષમાં પ્રથમવાર ખાડિયામાં કોંગ્રેસે ક્લીન સ્વીપ કર્યું છે. ભાજપની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીમાં પહેલીવાર અહીં ભાજપના તમામ ઉમેદવારોની શરમજનક હાર થઈ છે. ખાડિયાની પ્રજાએ કોંગ્રેસની મીના નાયક, બીરજુબેન ઠક્કર, ધ્રુવ કલાપી અને મોહમ્મદ ઇલિયાસ પઠાણને વિજયી બનાવ્યા છે.
અમદાવાદ મનપા ચૂંટણી: કેસરિયો ગઢ ગણાતા વોર્ડમાં પહેલીવાર ભાજપના તમામ ઉમેદવારની હાર
ગોંડલ અને ગણદેવીમાં ભાજપની ક્લિન સ્વિપ, ધોળકા અને વિરમગામમાં કમળ ખીલ્યું
દક્ષિણ ગુજરાતની ગણદેવી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ વિપક્ષોના સૂપડા સાફ કરીને ભવ્ય જીત હાંસલ કરી છે. ભાજપે પાલિકાની તમામ 24 બેઠકો પર કબજો મેળવીને વિરોધ પક્ષને સદંતર પછાડ્યો છે. નોંધનીય છે કે, 24માંથી 22 બેઠકો પર તો ચૂંટણી પહેલા જ ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા હતા, જે એક રેકોર્ડ સમાન છે. ગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર પોતાની પકડ સાબિત કરતા ઐતિહાસિક જીત મેળવી છે. 'ગઢ ગોંડલ'માં વિપક્ષનો સફાયો કરતા ભાજપે તમામ 11 વોર્ડની 44 બેઠકો પર પેનલ ટુ પેનલ વિજય મેળવ્યો છે.
ગોંડલ અને ગણદેવીમાં ભાજપની ક્લિન સ્વિપ, ધોળકા અને વિરમગામમાં કમળ ખીલ્યું
લોકપ્રિય ચહેરો રાજકારણમાં ન ચાલ્યો, રાજકોટના જાણીતા RJ આભા દેસાઇની હાર
રાજકોટમાં જાણીતા RJ અને ઉમેદવાર આભા દેસાઇને હારનો સામનો કરવો પડ્યો છે. તેઓ વોર્ડ નં 10ના કોંગ્રેસ ઉમેદવાર હતા. અહીં ભાજપની પેનલનો વિજય થયો છે. ઉમેદવારી નોંધાવી ત્યારથી જ તેઓ ચર્ચામાં હતા. જ્યારે તેઓ રેડિયા જગતના જાણીતા ચહેરા છે અને સોશિયલ મીડિયામાં પણ મોટાપ્રમાણમાં ફોલોઅર્સ ધરાવે છે. છેલ્લા ઘણા વર્ષોથી રેડિયો દ્વારા લોકો સાથે જોડાયેલા રહેલા આભાએ સીધી જનતા વચ્ચે રહી તેમની સમસ્યાઓ ઉકેલવાની વાત કરી હતી.
લોકપ્રિય ચહેરો રાજકારણમાં ન ચાલ્યો, રાજકોટના જાણીતા RJ આભા દેસાઇની હાર
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બારેજામાં અપક્ષોનો દબદબો
બારેજા નગરપાલિકાના પરિણામો આ વખતે ઘણા ચોંકાવનારા રહ્યા છે. અહીં વોર્ડ નંબર 1 અને 2 માં કોઈ પણ પક્ષની આખી પેનલ જીતી શકી નથી. બંને વોર્ડમાં ભાજપના ૨ અને અપક્ષના ૨ ઉમેદવારો વિજેતા બન્યા છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે અહીં રસાકસી ઘણી તીવ્ર હતી. વોર્ડ નંબર ૩ માં ભાજપે પોતાનું વર્ચસ્વ જાળવી રાખીને આખી પેનલ વિજેતા બનાવી છે. જોકે, વોર્ડ નંબર ૪ માં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે, જ્યાં અપક્ષ ઉમેદવારોની આખી પેનલ વિજયી બની છે.
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બારેજામાં અપક્ષોનો દબદબો
ડભોઈ નગરપાલિકા પર કોંગ્રેસની શાનદાર જીત, ધારાસભ્ય શૈલેષ મહેતાને ઝટકો
વડોદરા જિલ્લાની ડભોઈ નગરપાલિકામાં કોંગ્રેસને બહુમતી મળી છે. પાલિકાની કુલ 36 સીટોમાંથી કોંગ્રેસને 21 બેઠકો મળી છે, જ્યારે ભાજપને 15 બેઠકો મળી છે. ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાના ગઢમાં કોંગ્રેસે ગાબડું પાડ્યું છે. ડભોઈ નગરપાલિકા કોંગ્રેસના કબજામાં આવી ગઈ છે. ડભોઈ નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. વોર્ડ નંબર 2મા ભાજપના માજી પ્રમુખ બિરે શાહની હાર થઈ છે. જ્યારે વોર્ડ નંબર-2મા કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા રહેલા સુભાષ ભોજવાણીની પણ હાર થઈ છે.
ડભોઈ નગરપાલિકા પર કોંગ્રેસની શાનદાર જીત, ધારાસભ્ય શૈલેષ મહેતાને ઝટકો
વંથલી તાલુકા પંચાયતમાં હાઈવોલ્ટેજ ડ્રામા: માત્ર 'એક મતે' ભાજપનો વિજય
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરીમાં આજે અનેક રસાકસીભર્યા પરિણામો સામે આવ્યા છે, પરંતુ સૌથી ચોંકાવનારું પરિણામ વંથલી તાલુકા પંચાયતમાં જોવા મળ્યું છે. અહીં ભાજપના ઉમેદવારે માત્ર 1 મતના અંતરથી ભવ્ય વિજય મેળવીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ પરિણામ ફરી એકવાર સાબિત કરે છે કે લોકશાહીમાં દરેક મત કેટલો કિંમતી હોય છે. માત્ર એક મતની લીડથી મળેલી આ જીતે ભાજપના કાર્યકરોમાં ભારે જોશ ભરી દીધો છે. વિજેતા ઉમેદવારનું ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને વંથલીમાં 'ભારત માતા કી જય'ના નારા સાથે વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો.
વંથલી તાલુકા પંચાયતમાં હાઈવોલ્ટેજ ડ્રામા: માત્ર 'એક મતે' ભાજપનો વિજય
સુરતના મીની સૌરાષ્ટ્રમાં અલ્પેશ કથેરિયાની પત્ની કાવ્યાની જીત
સુરતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મીની સૌરાષ્ટ્ર ગણાતા પાટીદાર પ્રભાવ ધરાવતા વિસ્તારમાં ભાજપે મોટી રાજકીય એન્ટ્રી મારી છે. વોર્ડ નંબર 3 વરાછા-સરથાણા-સીમાડા-લસકાણા વિસ્તારમાં ભાજપની આખી પેનલ વિજેતા બનતા પક્ષ કાર્યકરોમાં જોરદાર ઉત્સાહ જોવા મળ્યો છે. ખાસ વાત એ રહી કે પાટીદાર આગેવાન અલ્પેશ કથેરિયાની પત્ની કાવ્યા કથેરિયાની જીતે ચૂંટણીને વધુ ચર્ચાસ્પદ બનાવી છે. આ જીતને પાટીદાર વિસ્તારમાં ભાજપની મજબૂત પકડ તરીકે જોવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીના ગઢ માનાતા વિસ્તારમાં ભાજપે સીટો તોડી ભવ્ય જીત નોંધાવી છે.
સુરતના મીની સૌરાષ્ટ્રમાં અલ્પેશ કથેરિયાની પત્ની કાવ્યાની જીત
પોરબંદરમાં ભગવો લહેરાયો! ભાજપના તમામ ઉમેદવારો થયા વિજેતા
પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત નોંધાવી છે. મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે અને 13 વોર્ડની કુલ 52 બેઠકો પર ભાજપની તમામ પેનલ વિજેતા બની છે. એકતરફી પરિણામોમાં ભાજપના ઉમેદવારોને વ્યાપક જનસમર્થન મળતા વિરોધ પક્ષોને મોટો ઝટકો લાગ્યો છે. મતગણતરી દરમિયાન શરૂઆતથી જ ભાજપ આગળ રહ્યો હતો અને દરેક વોર્ડમાં પોતાની મજબૂત પકડ સાબિત કરી હતી. તમામ બેઠકો પર જીત સાથે ભાજપે મહાનગરપાલિકામાં સંપૂર્ણ પ્રભુત્વ સ્થાપિત કર્યું છે, જે સ્થાનિક રાજકારણમાં પાર્ટીની મજબૂત સ્થિતિ દર્શાવે છે.
પોરબંદરમાં ભગવો લહેરાયો! ભાજપના તમામ ઉમેદવારો થયા વિજેતા
ભાવનગરમાં કાળિયાબીડ વિસ્તારમાં ભાજપની આખી પેનલની થઈ જીત
ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં ભાજપની આખી પેનલ વિજેતા બની છે. વોર્ડ નંબર 1, 4,7,11 સહિતના ચારેય વોર્ડમાં ભાજપના 16 ઉમેદવારો વિજેતા બન્યા છે. વોર્ડ નંબર 1માં ભાજપના ઉપેન્દ્રસિંહ ચુડાસમા સહિત ભાજપની આખી પેનલની જીત થઈ છે. આ તરફ ભાવનગર વોર્ડ નંબર 2માં કુંભારવાડા માં કોંગ્રેસને 2 અને ભાજપ નો 2 સીટ પર વિજય થયો છે. આ સાથે વોર્ડ નંબર 2માં કોંગ્રેસનું ખાતું ખુલ્યુ છે. કોંગ્રેસના 2 ઉમેદવારો જીત્યા છે. જ્યારે વોર્ડ નંબર 10માં કાળિયાબીડમાં ભાજપની આખી પેનલની જીત થઈ છે. વોર્ડ નંબર 7માં તખ્તેશ્વર વોર્ડમાં ભાજપની પેનલની જીત થઈ છે.
ભાવનગરમાં કાળિયાબીડ વિસ્તારમાં ભાજપની આખી પેનલની થઈ જીત
વડોદરાની પોર જિલ્લા પંચાયત બેઠક પર ભાજપનો કેસરિયો લહેરાયો, સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારની જીત
વડોદરા જિલ્લાની પોર જિલ્લા પંચાયત બેઠક પર ભાજપે ફરી એકવાર પોતાનો ગઢ સાચવી રાખ્યો છે. ભાજપના યુવા ચહેરા અને સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ ધરાવતા અંકિતા પરમારે આ બેઠક પર 6400 મતથી શાનદાર વિજય મેળવ્યો છે. આ બેઠક પર ભાજપના આંતરિક વિખવાદ અને બળવાખોર ઉમેદવારના પડકાર વચ્ચે પણ અંકિતા પરમારે મતદારોનો વિશ્વાસ જીતવામાં સફળતા મેળવી છે.
વડોદરાની પોર જિલ્લા પંચાયત બેઠક પર ભાજપનો કેસરિયો લહેરાયો, સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારની જીત
ઉના નગરપાલિકામાં લોક ગાયિકા અને ભાજપના ઉમેદવાર રાજલ બારોટનો ભવ્ય વિજય
ગીર સોમનાથ જિલ્લામાંથી જાણીતા લોકગાયક સ્વ.મણિરાજ બારોટની દિકરી રાજલ બારોટ હવે રાજકારણમાં પ્રવેશ કરી રહી છે. ઉના નગરપાલિકા વોર્ડ નં.7 માં ગુજરાત-સૌરાષ્ટ્રના પ્રખ્યાત લોક ગાયિકા અને ભાજપના ઉમેદવાર રાજલ બારોટ ને 2313 મત મળતા ભવ્ય વિજય થયો. ગુજરાતની લોકપ્રિય ગાયિકા રાજલ બારોટએ ખૂબ નાની ઉંમરથી જ સંગીત જગતમાં પોતાનું સ્થાન બનાવવાનું શરૂ કર્યું હતું. વર્ષ 2006માં તેમણે પોતાનું પ્રથમ ગીત ગાઈને કારકિર્દીની શરૂઆત કરી હતી. આજે તેઓ પિતાના પગલે ચાલી એક જાણીતી સિંગર તરીકે ઉભરી આવ્યા છે.
ઉના નગરપાલિકામાં લોક ગાયિકા અને ભાજપના ઉમેદવાર રાજલ બારોટનો ભવ્ય વિજય
લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની દીકરી સોનલ ડેરની હાર.
અમરેલી જિલ્લાના લાઠી તાલુકા પંચાયતની ચાવંડ બેઠક પરથી આવેલ તાજેતરના પરિણામોએ સ્થાનિક રાજકારણમાં રસપ્રદ ફેરફાર લાવ્યો છે. આ બેઠક પર ભાજપ તરફથી ઉમેદવાર તરીકે માયાભાઈ આહીરની દીકરી સોનલબેન ડેર મેદાનમાં હતાં. જ્યારે કોંગ્રેસ તરફથી શાંતિબેન ડેરએ ચૂંટણી લડી હતી. મતગણતરી પૂર્ણ થયા બાદ સામે આવેલા પરિણામો અનુસાર ભાજપ ઉમેદવાર સોનલબેન ડેરને પરાજયનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ કોંગ્રેસ ઉમેદવાર શાંતિબેન ડેરે નોંધપાત્ર મતોથી જીત મેળવી છે, જેને કારણે કોંગ્રેસ પક્ષમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની દીકરી સોનલ ડેરની હાર.
AAPમાંથી ભાજપમાં જોડાયેલા રાજુ કરપડાની જીત
સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકીય ગરમાવો વધ્યો છે, જ્યાં મૂળી-૨ જિલ્લા પંચાયત બેઠક પર નોંધપાત્ર રાજકીય પલટો જોવા મળ્યો છે. આમ આદમી પાર્ટી (AAP)માંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા રાજુ કરપડાને આ બેઠક પર જીત મળી છે. સુરેન્દ્રનગરની મુળી 2 બેઠક પર રાજૂ કરપડાનો 2600 મતથી વિજય પ્રાપ્ત થયો છે.
AAPમાંથી ભાજપમાં જોડાયેલા રાજુ કરપડાની જીત
લાલપુરમાં સેલ્સમેનો વચ્ચે ધંધાકીય અદાવતનો વિવાદ
જામનગર જિલ્લાના લાલપુર વિસ્તારમાં સેલ્સમેન વચ્ચે ધંધાકીય અદાવતને પગલે મારામારીનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે લાલપુર પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધવામાં આવ્યો છે. ગત 21 ના રાત્રે આશરે નવ વાગ્યાના સમયે લાલપુર ગરબી ચોક ખાતે ફરિયાદી વિપુલકુમાર જુવાનસિંહ ચૌહાણ (ઉંમર 32 વર્ષ) ના નિવાસસ્થાને આરોપીઓ પહોંચી ગયા હતા. ફરિયાદી અને આરોપીઓ અલગ અલગ કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા હોવાથી ધંધાકીય અદાવત રાખી આરોપીઓએ ઝગડો કર્યો હતો. ફરિયાદ મુજબ આરોપી કરણભાઈ મોરીએ લાકડાના ધોકા વડે ફરિયાદીને જમણા હાથમાં ઇજા પહોંચાડી હતી.
લાલપુરમાં સેલ્સમેનો વચ્ચે ધંધાકીય અદાવતનો વિવાદ
જૂનાગઢમાં AAPનો દબદબો, કણજા જિલ્લા પંચાયત બેઠક પર પ્રવીણ ચાવડાની ભવ્ય જીત
જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં આજે એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે. જિલ્લા પંચાયતની કણજા બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રવીણ ચાવડાએ વિજયધ્વજ લહેરાવ્યો છે. આ બેઠક પર શરૂઆતથી જ રસાકસીભર્યો જંગ જોવા મળી રહ્યો હતો, પરંતુ અંતે જનતાએ પરિવર્તનના પક્ષમાં મતદાન કરીને પ્રવીણ ચાવડાને વિજયી બનાવ્યા છે. આ જીત સાથે જ જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારમાં આમ આદમી પાર્ટીએ પોતાની મજબૂત પકડ સાબિત કરી દીધી છે.
જૂનાગઢમાં AAPનો દબદબો, કણજા જિલ્લા પંચાયત બેઠક પર પ્રવીણ ચાવડાની ભવ્ય જીત
કેશોદ તાલુકા પંચાયતની ‘મોટી ઘસરી’ બેઠક પર ચિઠ્ઠી ઉછાળીને મળી AAPની જીત
કેશોદ તાલુકા પંચાયતની ચૂંટણીમાં આ વખતે સૌથી વધુ ચર્ચામાં રહેલી બેઠક હતી – મોટી ઘસરી. આ બેઠક પર ભાજપ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે એવી ટક્કર જામી કે છેલ્લા મત સુધી કોઈને ખબર નહોતી કે વિજેતા કોણ બનશે. મતગણતરી પૂરી થયા પછી જ્યારે અધિકારીઓએ અંતિમ આંકડા જાહેર કર્યા ત્યારે સૌના મોંમાંથી નીકળી ગયું – ટાઈ! ચૂંટણી અધિકારીએ બંને પક્ષના ઉમેદવારો અને તેમના એજન્ટોની હાજરીમાં ચિઠ્ઠી ઉછાળવાની પ્રક્રિયા શરૂ કરી. જ્યારે અધિકારીએ એક ચિઠ્ઠી કાઢી અને તેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારનું નામ વંચાયું ત્યારે આપના કાર્યકર્તાઓમાં ખુશીનો પારાવાર ઉત્સાહ છવાઈ ગયો.
કેશોદ તાલુકા પંચાયતની ‘મોટી ઘસરી’ બેઠક પર ચિઠ્ઠી ઉછાળીને મળી AAPની જીત
અમદાવાદના ઇસનપુર વોર્ડમાં ભાજપના ચારેય ઉમેદવારની જીત
અમદાવાદ શહેરના ઇસનપુર વોર્ડમાં ભાજપે શાનદાર પ્રદર્શન કરતાં ચારેય ઉમેદવારો વિજયી બન્યા છે. આ જીત સાથે વોર્ડમાં ભાજપનો દબદબો વધુ મજબૂત બન્યો છે અને પક્ષના કાર્યકરોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. સ્થાનિક સ્તરે ભાજપની સંગઠન શક્તિ અને કાર્યપદ્ધતિનો આ પરિણામ પર સ્પષ્ટ અસર જોવા મળી રહી છે. ઇસનપુર વોર્ડમાંથી ભાજપના ઉમેદવારો મૌલિક પટેલ, વિન્કલ વ્યાસ, વૈશાલી પટેલ અને જીગરભાઈ બારૈયાએ જીત નોંધાવી છે. ચારેય ઉમેદવારોએ મતદાતાઓનો વિશ્વાસ જીતીને પ્રતિસ્પર્ધીઓને પાછળ રાખ્યા છે.
અમદાવાદના ઇસનપુર વોર્ડમાં ભાજપના ચારેય ઉમેદવારની જીત
એક સમયના ધારાસભ્ય ભૂપત ભાયાણી જિલ્લા પંચાયતની ચૂંટણી હાર્યા!
આમ આદમી પાર્ટીનો સાથ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયેલા ભૂપત ભાયાણીને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં હાર મળી છે. જૂનાગઢ જિલ્લા પંચાયતની ભેસાણ બેઠક પરથી ભૂપત ભાયાણીને 1700 મતથી હાર મળી છે. ભેસાણ જિલ્લા પંચાયત સીટ પર ભાજપની હાર થઈ છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિનેશ રૂપારેલીયાની જીત થઈ છે. ઉલ્લેખનીય છે કે ભૂપત ભાયાણી 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવાર તરીકે વિજેતા થયા હતા.
એક સમયના ધારાસભ્ય ભૂપત ભાયાણી જિલ્લા પંચાયતની ચૂંટણી હાર્યા!
ભુજમાં ઓવૈસીની એન્ટ્રી! ખેડામાં અખિલેશ યાદવની સાઈકલ દોડી:
કચ્છના ભુજમાં વોર્ડ નંબર-1માં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM એ જોરદાર એન્ટ્રી કરી છે. ભુજ નગરપાલિકામાં AIMIM ના 3 ઉમેદવારોએ જીત પ્રાપ્ત કરી છે. મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં ઓવૈસીની પાર્ટીએ કોંગ્રેસના મતોમાં ગાબડું પાડ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ માટે ગુજરાતમાંથી મોટા સમાચાર આવ્યા છે. ખેડા જિલ્લાની કઠલાલ નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં સમાજવાદી પાર્ટીના ઉમેદવારે જીત મેળવી છે. ગુજરાતના રાજકારણમાં સપાની આ એન્ટ્રીએ વિશ્લેષકોને વિચારતા કરી દીધા છે.
ભુજમાં ઓવૈસીની એન્ટ્રી! ખેડામાં અખિલેશ યાદવની સાઈકલ દોડી:
અમરેલીમાં આમ આદમી પાર્ટીએ બગસરાથી ખાતું ખોલાવ્યું
અમરેલી જિલ્લાના બગસરા તાલુકા પંચાયતની એક મહત્વની બેઠક પર આમ આદમી પાર્ટી (AAP)એ ખાતું ખોલાવ્યું છે. બગસરા તાલુકા પંચાયતની આ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર દકુભાઈ ગાજીપરાએ ભવ્ય વિજય હાંસલ કર્યો છે. આ વિજયને પાર્ટી માટે માત્ર એક બેઠકની જીત નહીં, પરંતુ સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારમાં પાર્ટીના વિસ્તારનું મજબૂત સંકેત માનવામાં આવી રહ્યો છે. બગસરા તાલુકામાં દકુભાઈ ગાજીપરાની જીતને પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ જ ઉત્સાહથી ઉજવી રહ્યા છે.
અમરેલીમાં આમ આદમી પાર્ટીએ બગસરાથી ખાતું ખોલાવ્યું
રાજકોટના જંગલેશ્વરમાં 'બુલડોઝર એક્શન' ભાજપને નડ્યું? વોર્ડ નંબર 16માં કોંગ્રેસના
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી 26 એપ્રિલ 2026ના રોજ શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી, જેમાં કુલ 18 વોર્ડની 72 બેઠકો પર સરેરાશ 51.1% મતદાન થયું હતું. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 10માંથી કોંગ્રેસના ઉમેદવાર અને જાણીતા રેડિયો જોકી આભા દેસાઈ (RJ આભા)ને હારનો સામનો કરવો પડ્યો છે. વોર્ડ નંબર 7 અને 10માં ભાજપની પેનલે ભવ્ય વિજય મેળવ્યો છે. જંગલેશ્વર વિસ્તારમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે, આ વખતે જંગલેશ્વર વિસ્તારમાં થયેલ વ્યાપક ડિમોલિશનનો મુદ્દો કોંગ્રેસના પક્ષમાં ફળીભૂત થતો જણાઈ રહ્યો છે. વોર્ડ નંબર 16ના કોંગ્રેસની આખી પેનલની જીત થઈ છે.
રાજકોટના જંગલેશ્વરમાં 'બુલડોઝર એક્શન' ભાજપને નડ્યું? વોર્ડ નંબર 16માં કોંગ્રેસના
જિલ્લા અને તાલુકા પંચાયત પરિણામ LIVE: જામનગરના લાલપુર તાલુકામાં AAPની એન્ટ્રી
લાલપુરમાં જિલ્લા પંચાયત સીટ ઉપર 800 ની લીડ સાથે તુષાર માકડિયા નો વિજય થયો. લાલપુર તાલુકા પંચાયત સીટ નંબર 2 ઉપર 1200 ની લીડ સાથે ક્રિષ્નાબેન જસાણી નો વિજય. લાલપુર તાલુકા પંચાયત સીટ નંબર 3 ઉપર આમ આદમી પાર્ટીનો વિજય થયો. લાલપુર તાલુકા પંચાયત સીટ નંબર એક ઉપર અગાઉ ભાજપના ઉમેદવારનો વિજય જાહેર થયેલો પણ ગણતરીમાં ભૂલ ભૂલ થઈ હતી જેમાં ભાજપનો વિજય જાહેર કરેલો પણ તેમાં કોંગ્રેસનો વિજય થયો છે.
જિલ્લા અને તાલુકા પંચાયત પરિણામ LIVE: જામનગરના લાલપુર તાલુકામાં AAPની એન્ટ્રી
અમદાવાદ ચૂંટણી પરિણામ Live: જોધપુર અને સૈજપુર બોધા વોર્ડમાં ભાજપની પેનલ જીતી
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે થયેલ મતદાનની ગણતરી આજે ગુજરાત કોલેજ અને એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે હાથ ધરાઇ છે. સૈજપુર બોધા વોર્ડમાં પણ ભારતીય જનતા પાર્ટીની પેનલની જીત થઈ છે. જીતનાર ઉમેરવારોમાં અંકિતભાઇ પટેલ, વિનોદકુમારા ચૌધરી, ભાવનાબહેન રબારી અને બળદેવ રાઠોડ સામેલ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં જોધપુર વોર્ડમાં બીજેપી પેનલની જીત થઈ છે. ભાગ્યેશ પટેલને 31,170, ભરતીબેન ગોહિલને 30,014, વિનોદ પટેલને 29,060 અને નયના કોટકને 31,799 મત મળ્યા છે.
અમદાવાદ ચૂંટણી પરિણામ Live: જોધપુર અને સૈજપુર બોધા વોર્ડમાં ભાજપની પેનલ જીતી
સુરતના વોર્ડ નંબર 4માં AAPના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાની હાર
સુરત મહાનગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર 4 (કાપોદ્રા)માં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની હાર સાથે ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે. ગત ચૂંટણીમાં આપે કબજે કરેલી આ બેઠક પરથી ભાજપે આખી પેનલ પાછી ખેંચી લીધી છે, જેમાં હેતલબેન રાજેશભાઈ પરમાર, હંસાબેન મહેશભાઈ ગજેરા, અરવિંદભાઈ કરસનભાઈ કાકડીયા અને મહેશભાઈ પોપટભાઈ કાકડીયા ચારેય ઉમેદવારો વિજેતા બન્યા છે.
સુરતના વોર્ડ નંબર 4માં AAPના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાની હાર
બોટાદમાં ભાજપનો વિજય પ્રારંભ, તાલુકા પંચાયતની ચોકડી બેઠક પર ભાજપનો વિજય
બોટાદ જિલ્લામાં આજે યોજાયેલી મતગણતરી દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ વિજયી શ્રીગણેશ કર્યા છે. બોટાદ તાલુકા પંચાયતની મહત્વની ગણાતી ચોકડી બેઠક પર ભાજપના ઉમેદવારે ભવ્ય વિજય મેળવીને પક્ષનું ખાતું ખોલ્યું છે. ચોકડી બેઠક પર ભાજપ દ્વારા મેદાનમાં ઉતારવામાં આવેલા ઉમેદવાર ચિરાગભાઈ ગળીયલનો વિજય થયો છે. મતગણતરીના રાઉન્ડના અંતે ચિરાગભાઈએ પોતાના પ્રતિસ્પર્ધી ઉમેદવારને પછાડીને આ બેઠક અંકે કરી છે. આ જીત સાથે જ ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને કેસરીયા ખેસ સાથે વિજય ઉત્સવ મનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
બોટાદમાં ભાજપનો વિજય પ્રારંભ, તાલુકા પંચાયતની ચોકડી બેઠક પર ભાજપનો વિજય
કુતિયાણામાં કેસરીયો કે પંજો નહીં, પણ સાયકલ દોડી!
પોરબંદર જિલ્લાના કુતિયાણામાં યોજાયેલી નગરપાલિકાના વોર્ડ નંબર 6 ની પેટા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. આ ચૂંટણીમાં પણ ધારાસભ્ય કાંધલ જાડેજાનો કરિશ્મા અકબંધ રહ્યો છે. તેમની પેનલના અને સમાજવાદી પાર્ટીના ઉમેદવાર રાભીબેન કાનાભાઈ રૈગાએ આ બેઠક પર શાનદાર વિજય મેળવીને વિરોધ પક્ષોના સૂપડા સાફ કરી દીધા છે. કુતિયાણા નગરપાલિકામાં વર્ષોથી કાંધલ જાડેજાની મજબૂત પકડ રહી છે. આ પેટા ચૂંટણીને પણ પ્રતિષ્ઠાનો જંગ માનવામાં આવતો હતો. જોકે, પરિણામોએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કુતિયાણામાં કાંધલ જાડેજાની પેનલ સામે જીતવું હજુ પણ વિરોધ પક્ષો માટે લોઢાના ચણા ચાવવા જેવું છે.