આ વખતે દાળવડાંની મનાઈથી હું કન્ફ્યૂઝ હતું : ચોમાસું
આ વખતે દાળવડાંની મનાઈથી હું કન્ફ્યૂઝ હતું : ચોમાસું
Published on: 06th June, 2026

- અગડમ્ બગડમ્-બાબા આદમ- મોડાં પડેલાં ચોમાસાનો ઈન્ટરવ્યૂ: મેં તો સમયસર નહિ પહોંચવાની દેશની સંસ્કૃતિ સાચવી છે આ વખતે ચોમાસું મોડું પડતાં બેખબરપત્રી સંશયાત્મા પેટ્રોલ-ડીઝલ બચાવી  ઈલેક્ટ્રિસિટીથી ચાલતી ટ્રેન દ્વારા કેરલમ પહોંચ્યો અને ચોમાસું જાણે કોઈ વિપક્ષી નેતા હોય તેમ  તેને આકરા સવાલો પૂછવા લાગ્યો. 'કેમ બોસ, આ વખતે આટલા મોડા?  કેલેન્ડર જુઓ છો કે નહિ ?''ઓય મિસ્ટર', ચોમાસાએ જોકે, શાસક પક્ષના નેતા જેમ બેખબરપત્રીને જ ધમકાવ્યો.