બનાસકાંઠામાં ઈંટોના ભાવમાં તોતિંગ વધારો, 1000 ઈંટના રૂ.7000, મજૂરી દર અને ભરતી નીતિમાં પણ ફેરફાર
બનાસકાંઠામાં ઈંટોના ભાવમાં તોતિંગ વધારો, 1000 ઈંટના રૂ.7000, મજૂરી દર અને ભરતી નીતિમાં પણ ફેરફાર
Published on: 06th June, 2026

બનાસકાંઠા ઈંટ ઉત્પાદક એસોસિએશને મજૂરોની અછત અને ઉત્પાદન ખર્ચમાં સતત વધારાને કારણે 1 જૂનથી ઈંટોના નવા ભાવ અને મજૂરી દર જાહેર કર્યા છે. નવા નિર્ણય મુજબ 1000 ઈંટનો ભાવ રૂ. 7,000 નક્કી કરાયો છે, જે પહેલાં રૂ. 4,500 થી 5,000 હતો. આ ભાવ વધારાને કારણે બાંધકામ ક્ષેત્રના ખર્ચમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. કોલસા અને ડીઝલના વધતા ભાવ, તેમજ મજૂરી દર રૂ. 700 પ્રતિ 1000 ઈંટ જેવા પરિબળોએ આ ભાવવધારો અનિવાર્ય બનાવ્યો છે. મજૂરોના એડવાન્સ ઉપાડ પર પણ નિયંત્રણ મુકાયું છે.