હિંમતનગર કોર્ટ પાસે કારમાં આગ લાગતાં અફરાતફરી
હિંમતનગર કોર્ટ પાસે કારમાં આગ લાગતાં અફરાતફરી
Published on: 05th June, 2026

હિંમતનગરના નવીન કોર્ટ સંકુલ પાછળ ગુરૂવારે એક પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. હિંમતનગર પાલિકાના ફાયર વિભાગને જાણ થતાં જ ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. કારના આગળના ભાગે લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. બી ડિવિઝન પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હાલ અકબંધ છે.