દીકરીના જન્મની ખુશીમાં પારનેરા ડુંગર પર વૃક્ષારોપણ
દીકરીના જન્મની ખુશીમાં પારનેરા ડુંગર પર વૃક્ષારોપણ
Published on: 05th June, 2026

પારનેરા ડુંગરવાડી ગામના 70 વર્ષીય રતિલાલ લલ્લુભાઈ પટેલ, જેમને ‘ટ્રી મેન’ તરીકે ઓળખાય છે, તેમણે 15 વર્ષથી ડુંગરને લીલોછમ રાખવાનો સંકલ્પ કર્યો છે. તેમના ભત્રીજા દર્શન પટેલને ત્યાં દીકરીના જન્મની ખુશીમાં તેમણે પારનેરા ડુંગર પર મહાકાળી અને ચામુંડા માતાના મંદિર પાસે વૃક્ષ રોપ્યા હતા. આ વૃક્ષોના જતન માટે તેઓ દિવસ-રાત, તડકા-ઠંડીની પરવા કર્યા વિના તેમને પાણી પીવડાવે છે અને સુરક્ષા પણ પૂરી પાડે છે. તેઓ ફોરેસ્ટ વિભાગ અને અતુલ કંપની પાસેથી બીજ મેળવી વૃક્ષોનો ઉછેર પણ કરે છે.