હિંમતનગરમાં બેરણા રોડ પર રહીશોએ જાતે દબાણ હટાવ્યા
હિંમતનગરમાં બેરણા રોડ પર રહીશોએ જાતે દબાણ હટાવ્યા
Published on: 30th June, 2026

હિંમતનગરના બેરણા રોડ પર આવેલા ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેવાસીઓએ સ્વૈચ્છિક રીતે પોતાના ઘરની બહાર કરેલ દબાણો દૂર કર્યા હતા. તાજેતરમાં યોજાયેલી સોસાયટીના સભ્યો એકઠા થતાં નિર્ણય લેવાતા ફાયર સેફ્ટી તેમજ આંતરિક માર્ગોની સુવિધાને ધ્યાનમાં રાખીને રહેવાસીઓને ઘર આગળના લોખંડના શેડ, ગ્રીલ, રેમ્પ અને અન્ય બિનઅધિકૃત બાંધકામો દૂર કરવા અપીલ કરાઇ હતી. સોસાયટી દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં અનેક રહેવાસીઓએ કોઈ વિવાદ વિના પોતાના દબાણો સ્વયંભૂ દૂર કરતાં ફાયર બ્રિગેડ સહિતની ઇમરજન્સી સેવાઓને પણ અવરજવર કરવામાં સરળતા રહેશે.