રવિયાણામાં ગટર લાઇન ઉભરાતા ગ્રામજનો ભારે હાલાકી
રવિયાણામાં ગટર લાઇન ઉભરાતા ગ્રામજનો ભારે હાલાકી
Published on: 30th June, 2026

સરસ્વતી તાલુકાના રવિયાણા ગામમાં ગટર વ્યવસ્થા ખોરવાતા ગ્રામજનો પરેશાન છે. ગટર લાઇનનું પાણી સતત ઉભરાઈ રહ્યું છે, જેના કારણે ઠેર-ઠેર ગંદકી અને કાદવ-કીચડ જામ્યો છે. આ ગંદા પાણીથી જળ સ્ત્રોતો પ્રદૂષિત થતાં પીવાનું પાણી પણ દુર્ગંધયુક્ત બન્યું છે. ગટરની અસહ્ય દુર્ગંધ અને ગંદકીને કારણે બાળકો, મહિલાઓ અને વૃદ્ધોની મુશ્કેલી વધી છે. ગંદકી અને સ્થિર પાણીને લીધે મચ્છરોનો ઉપદ્રવ અસાધારણ રીતે વધ્યો છે, જેનાથી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે.