મહુવા નજીક બોરડી ગામે ખેતરમાં કરંટના ફંદામાં સિંહણનું જીવલેણ મોત
મહુવા નજીક બોરડી ગામે ખેતરમાં કરંટના ફંદામાં સિંહણનું જીવલેણ મોત
Published on: 28th August, 2026

મહુવા તાલુકાના બોરડી ગામ નજીક એક વાડીમાં વીજ કરંટ લાગતાં સિંહણનું મોત થયું છે. પ્રાથમિક તપાસ મુજબ, વાડીમાં ગેરકાયદે વીજળીની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના કારણે આ ઘટના બની. મૃત સિંહણની ઉંમર આશરે 5 થી 9 વર્ષ હોવાનું અનુમાન છે. આ ઘટનાની જાણ થતાં વન વિભાગ, FSL ટીમ અને PGVCLની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. PGVCL દ્વારા ફાર્મ રાખનાર ગોબરભાઈ મકવાણાને રૂ. 8000 નો દંડ ફટકારવામાં આવ્યો છે.