મહેસાણાના વિજાપુરમાં ગેજ પરિવર્તન પૂર્ણ, છતાં ટ્રેન સેવા શરૂ કરવામાં વિલંબ
મહેસાણાના વિજાપુરમાં ગેજ પરિવર્તન પૂર્ણ, છતાં ટ્રેન સેવા શરૂ કરવામાં વિલંબ
Published on: 28th August, 2026

વિજાપુરથી આંબલિયાસણ અને વિજાપુરથી આદરજ મોટી વચ્ચે રૂ.833 કરોડના ખર્ચે ગેજ પરિવર્તનની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. જોકે, 8 મહિના વીતી ગયા હોવા છતાં, સામાન્ય મુસાફરો માટે હજુ સુધી એક પણ ટ્રેન શરૂ કરવામાં આવી નથી. ડિસેમ્બર-2025માં કામ પૂર્ણ થયા બાદ કમિશનર ઓફ રેલવે સેફ્ટી (CRS) દ્વારા 120 કિમી પ્રતિ કલાકની સ્પીડ સાથે ટ્રાયલ પણ સફળ રહ્યું હતું. આ તૈયાર ટ્રેક પર નિયમિત ટ્રેન સેવા શરૂ કરવાની મુસાફરો, નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને વેપારીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં માત્ર ઇલેક્ટ્રિફિકેશન OAE નિરીક્ષણ માટે એક રેલવે એન્જિન દોડાવવામાં આવી રહ્યું છે.