માંડલ અંબિકાનગર સોસાયટીના રહીશો રોડ, ગટર જેવી પાયાની સુવિધાઓથી વંચિત
માંડલ અંબિકાનગર સોસાયટીના રહીશો રોડ, ગટર જેવી પાયાની સુવિધાઓથી વંચિત
Published on: 14th June, 2026

માંડલ શહેરમાં વિકાસ કાર્યોના દાવાઓ વચ્ચે અંબિકાનગર સોસાયટીના રહીશો છેલ્લાં કેટલાંક વર્ષોથી રોડ-રસ્તા, ગટર જેવી પાયાની સુવિધાઓથી વંચિત છે. અન્ય વિસ્તારોમાં પેવરબ્લોક અને રોડ કામગીરી થઈ હોવા છતાં, અંબિકાનગર સોસાયટી વિકાસની રાહ જોઈ રહી છે. વર્ષ 2024/25 કે 2025/26 દરમિયાન ફાળવાયેલી ગ્રાન્ટમાંથી પણ સોસાયટી માટે રોડ, રસ્તા અને ગટર જેવી મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરાઈ નથી. આ કારણે રહીશો વરસાદી પાણી ભરાવા અને ગટરલાઈન ઓવરફ્લો થવાની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, જે ચોમાસામાં વધુ વકરવાની સંભાવના છે.