મહેસાણાના વીજાપુર તાલુકામાં ઝાડ પડતા વૃદ્ધ મહિલાનું મોત
મહેસાણાના વીજાપુર તાલુકામાં ઝાડ પડતા વૃદ્ધ મહિલાનું મોત
Published on: 05th June, 2026

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના મલાવ ગામમાં કરુણ ઘટના બની, જ્યાં એક વિશાળ ઝાડ પડતાં તેની નીચે ત્રણ લોકો દબાઈ ગયા. આ દુર્ઘટનામાં 65 વર્ષીય લીલાબેન પટેલનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું, જ્યારે અન્ય બે મહિલાઓ, ભીખીબેન સેનમા અને વીણાબેન સેનમા,નો આબાદ બચાવ થયો. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોક છવાયો છે.