જૂનાગઢ-ભેસાણ રોડ પુલ પર જોખમી એંગલ
જૂનાગઢ-ભેસાણ રોડ પુલ પર જોખમી એંગલ
Published on: 20th July, 2026

જૂનાગઢ-ભેસાણ રોડ પર ઉબેણ નદી પરના મુખ્ય પુલના રિપેરિંગ કામને લગભગ એક વર્ષ થયું છે. સમારકામ દરમિયાન ભારે વાહનો રોકવા લોખંડના એન્ગલ લગાવી બેરીકેડિંગ કરાયું હતું. પુલ ખુલ્લો મૂક્યા બાદ પણ આ એન્ગલ હટાવવામાં આવ્યા નથી, જેના કારણે અકસ્માતનો ભય છે. રાત્રિના સમયે આ એંગલ દેખાતા ન હોવાથી વાહનચાલકો કે રાહદારીઓ અકસ્માતનો ભોગ બની શકે છે. આ બાબતે મામલતદારને રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી.