જામણીયામાં સુવિધાના અભાવે ગ્રામજનોનો ચૂંટણી બહિષ્કાર.
જામણીયામાં સુવિધાના અભાવે ગ્રામજનોનો ચૂંટણી બહિષ્કાર.
Published on: 27th April, 2026

ભરૂચના જામણીયા ગામે પ્રાથમિક સુવિધાઓના અભાવે ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો. 'વિકાસ નહીં તો મત નહીં'નો નારો આપ્યો. ગામને જોડતા રસ્તાઓ બિસ્માર હોવાથી ચોમાસામાં હાલાકી પડે છે. પીવાનું પાણી, આરોગ્ય, વીજળી જેવી સુવિધાઓ પણ નથી. વર્ષોથી રસ્તાની મરામત થઈ નથી. આથી, ગ્રામજનોએ મતદાનથી દૂર રહેવાનો નિર્ણય કર્યો, જેના કારણે 26 એપ્રિલે જામણીયામાં મતદાન થયું નહીં.