વઢવાણના 70% વિસ્તારમાં CITY BUS દુર્લભ.
વઢવાણના 70% વિસ્તારમાં CITY BUS દુર્લભ.
Published on: 27th April, 2026

સુરેન્દ્રનગર મહાપાલિકાએ શરૂ કરેલી CITY BUS વઢવાણના અડધા ભાગમાં દુર્લભ છે. 50,000 શહેરીજનો બે વર્ષ પછી પણ CITY BUSની સુવિધા માંગી રહ્યા છે. ખાનગી વાહનો તરફ વળવા લોકો મજબૂર બન્યા છે. સમયપત્રકનું આયોજન ન હોવાથી મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ખાંડીપોળ, લાખુપોળ જેવા વિસ્તારોમાં CITY BUS આવતી જ નથી.